Stories  /  Poem

Poem  ·  16 Sept. 2026

મજાક

મજાક મજાકમાં તેઓ રિસાઈ ગયા, અને વગર વાંકે "બેબાક" ફસાઈ ગયા. ​ઘણા પ્રયત્નો કર્યા તેમને મનાવવાના, છતાંય મોઢું ફુલાવી તેઓ બેસી ગયા. ​માફી માંગી, કાન પકડી ઉઠક-બેઠક કરી, તોયે હાથ છોડાવી તેઓ ચાલ્યા ગયા. ​હિંમત હારી મેં જ્યારે પ્રયત્ન છોડ્યો, ત્યારે વાવાઝોડું બની તેઓ વિફરી ગયા. ​ખૂબ ચાલી રકઝક, વહી આંસુની ધારા, આખરે હું હાર્યો ને તેઓ જીતી ગયા.
Read in: English Hindi Gujarati Tamil Telugu Punjabi

Enjoy this piece? Subscribe to get new stories and shayaris in your inbox.